ભારત-નેપાળ સરહદેથી ઘૂસણખોરી કરનાર પાકિસ્તાનના રહેવાસી માતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બુધવારે સાંજે કરાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારત-નેપાળ સરહદ પર તૈનાત SSB સુરક્ષાકર્મીઓ નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બે પાકિસ્તાની નાગરિકો ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. SSB 41મી બટાલિયનના જવાનોએ તેમને પાણીની ટાંકી BOP પાસે ઝડપી લીધા હતા. અટકાયત કરાયેલા બંને પાકિસ્તાની માતા-પુત્ર છે. મહિલાનું નામ શાઇસ્તા હનીફ હોવાનું કહેવાય છે. તેમની ઉંમર 62 વર્ષની છે.
તેમના પતિનું નામ મોહમ્મદ હનીફ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે તેમના પુત્રની ઉંમર 11 વર્ષ છે, જેનું નામ આર્યન જણાવવામાં આવ્યું હતું. આ બંને ગહનમાર સ્ટ્રીટ, સરાફા બજાર, કરાચી, પાકિસ્તાનના રહેવાસી છે. હાલમાં અધિકારીઓ આ અંગે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે. SSB સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ માતા-પુત્ર નેપાળથી ભારતમાં પ્રવેશી રહ્યા હતા. SSB 41મી બટાલિયને મહિલા અને બાળકને રોક્યા. તેમને પોતાનું ઓળખ પત્ર બતાવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે કોઈ માન્ય ઓળખપત્ર બતાવી શક્યા ન હતો. શંકાના આધારે બીઆઈટીના સુરક્ષાકર્મીઓએ મહિલાની બેગની તલાશી લીધી હતી. આ દરમિયાન મહિલા પાસેથી પાકિસ્તાની નાગરિકતાના પુરાવા મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500