જામનગર શહેરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલ યશ બેંકના મેનેજર સાથે લોન ભરપાઈ કર્યા વગર એન.ઓ.સી. કાઢી આપવા બાબતે માતા-પૂત્રએ હંગામો મચાવી સિકયુરિટી ગાર્ડને માર માર્યા હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિરલબાગ નજીક રહેતા અને યશ બેંકમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ભરતભાઈ જોષીએ નોંધાવલી ફરિયાદ મુજબ તેઓ ગઈકાલે બેંકમાં કામ કરી રહ્યા હતા.
ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં રૂતિક સામતભાઈ પરમાર અને ગીતાબેન સામતભાઈ પરમાર તેમની પાસે આવી સામતભાઈ પરમારે લીધેલી લોન કલોઝની એન.ઓ.સી. જોઈએ છે, તેવી વાત કરતાં જયેશભાઈએ કીધું કે પહેલાં તમારી લોન પૂરી કરી આપો પછી તમને એન.ઓ.સી. આપી દઈશું. આમ, કહેતાં ઉશ્કેરાયેલા માતા-પૂત્રએ અમારે બાકી રહેલા લોનના પૈસા ભરવાના થતા નથી, તેમ કહી હંગામો મચાવતાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ ઝાલાએ આવી માતા-પૂત્રને સમજાવવાની કોશિષ કરી હતી. તે દરમિયાન રૂતિક પરમારે તેમની સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી હું તમને બારે જોઈ લઈશ તેવી ધમકી આપતાં મહાવીરસિંહે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ માતા-પૂત્રની અટકાયત કરી લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500