મોરબીના બેલા રંગપર રોડ પર ટ્રક ચાલક ટ્રક પર ચડી નાકા છોડતી વેળાએ વીજ કરંટ લાગતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોધરાના વતની રમઝાન મહમદ પઠાણ (ઉ.વ.૨૦) નામના ટ્રક ચાલક રંગપર ગામની સીમમાં આવેલ ઈડોરા પાર્ટીકલ બોર્ડ સામે ટ્રક પર ચડી નાકા છોડતા હતા ત્યારે ઉપરથી પસાર થતી હેવી વિજ લાઈનનો કરંટ લાગતા મોત થયું હતું. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયો છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application