નિઝરના વેલ્દા ગામની સીમમાં વેલ્દા-વ્યાહુર રોડ ઉપરથી મહારાષ્ટ્રના એક ઈસમને પાસ પરમિટ વિનાની વિદેશી બનાવટની ઓટોમેટિક પિસ્તોલ જેની કિંમત રૂપિયા ૨૫૦૦૦ હતી તેની સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જે પિસ્તોલ નિઝરના નિતેશ પટેલ નામના ઇસમે મંગાવી હોય જેની પણ મોડી રાત્રીએ પોલીસે અટક કરી હતી. નિઝર તાલુકાના વેલ્દા ગામની સીમમાં નર્સરીની નજીકથી હુશેનભાઈ કુશાભાઈ પાડવી (ઉ.વ.૩૪., રહે.વ્યાહુર ગામ, નવો પ્લોટ ફળિયું, તા.જિ.નંદુરબાર-મહારાષ્ટ્ર)ને તારીખ ૧૫ના રોજ વિદેશી બનાવટની ઓટોમેટિક ૯ એમએમ પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
જે પિસ્તોલ નિતેશભાઈ રમણભાઈ પટેલ (રહે. નિઝર ગામ, પ્રાથમિક શાળાની બાજુમાં) પોતાના અંગત ઉપયોગ માટે કે અન્ય કોઈને ઉપયોગ કરાવવા માટે કે કોઈને વેચવા અથવા તબદિલ કરવા માટે રાકેશભાઈ નામના નંદુરબાર પાસેથી ખરીદી હોવાનું જાણવા મળ્યું હતું. જેની કિંમત રૂપિયા રૂ. ૨૫,૦૦૦ની પિસ્તોલ તથા મોબાઈલ નંગ ૧ રૂ.૫૦૦૦ મળી કુલ રૂ.૩૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી હુશેનભાઈ કુશાભાઈ પાડવીને નિઝર પોલીસે ઝડપી પાડ્યો હતો. આમ, ત્રણેય આરોપીઓ સામે પોલીસ કર્મચારીએ ફરિયાદ કરતા ઘટનાની વધુ તપાસ કરતા પો.ઈ.એ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વોન્ટેડ આરોપી નિતેશભાઈ રમણભાઈ પટેલ (ઉ.વ.૪૩, રહે.નિઝર)ને રાત્રિ દરમિયાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500