દક્ષિણ જાપાનના નાન્યો વિસ્તારમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપના વધારે પડતા આંચકાને કારણે ઘરોમાં રહેલા લોકો ગભરાઈને દોડધામ કરી હતી. આ ભૂકંપની તીવ્રતા જાપાનના સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર 6 માપવામાં આવી હતી, જે એકદમ ખતરનાક માનવામાં આવે છે.આના થોડા કલાકો પહેલા જ તાઈવાનમાં 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સત્તાવાળાઓએ હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ભૂકંપનું કેન્દ્ર 50 કિલોમીટરની ઊંડાઈએ હતું અને તે જાપાની સમય અનુસાર રાત્રે 11:14 કલાકે આવ્યું હતું. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application