પશ્ચિમ એશિયાનાં દેશો તુર્કેઈ અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે ઓસ્ટ્રેલિયા મહાદ્વીપના દક્ષિણમાં આવેલો દેશ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપથી હચમચી ગયો છે. ન્યુઝીલેન્ડમાં આજે બપોરે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. એજન્સી દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, ન્યૂઝીલેન્ડમાં લોઅર હટથી 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ન્યુઝીલેન્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી ચક્રવાત ગેબ્રિયલનો ખતરો તોળાઈ રહ્યો હતો. આ ચક્રવાતને કારણે અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
જોકે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે સરકારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. દેશનાં 6 વિસ્તારોમાં ઈમરજન્સી લગાડવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પરાપરામુ નગરથી 50 કિમી દૂર નોંધાયુ હતું. માહિતી અનુસાર, ભૂકંપના આંચકા પરાપરામુ, લેવિન, પોરિરુઆ, ફ્રેન્ચ પાસ, અપર હટ, લોઅર હટ, વેલિંગ્ટન, વાંગાનુઇ, વેવરલી, પામરસ્ટન નોર્થ, ફિલ્ડિંગ, પિકટન, અકેતાહુના, માસ્ટરટન, માર્ટીનબોરો, હન્ટરવિલે, હાવેરા, બ્લેનહેમ, સેડ્ડન, નેલ્સન, ડેનેવિર્કમાં અનુભવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500