તાપી જિલ્લાના નિઝર તાલુકામાં રહેતા પ્રેમી પંખીડાની લાશ મળી આવી હતી. બંને એક બીજાથી દૂર ન થાય તે માટે એક બીજાનાં હાથને ઓઢણી વડે બાંધ્યા હતા. બનાવની વુગ્ત એવી છે કે, ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી નિઝરના જુના હથોડા ગામની સીમમાં તાપી નદીના પુલ પર મોપેડ પાર્ક કરી નદીમાં કૂદકો માર્યો હતો. નંદુરબાર ખાતે ડી-માર્ટમાં તેઓ સાથે કામ કરતા હતા. પ્રેમ સંબંધને લઇ યુવતીની માતાએ ઠપકો આપ્યો હતો. મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે જયહિન્દ કોલોનીમાં રહેતા સરિતાબેન સુરેશભાઈ પાવરના પતિનું ૧૪ વર્ષ પહેલા આવસાન થયું હતું. પોતે ઘરકામની મજૂરી કરે છે. બે સંતનમાં ૧૯ વર્ષના પુત્ર પૈકી ૨૩ વર્ષની દીકરી નંદની તળોદા ખાતે સવારના બેચમાં એમએસડબ્લ્યુનો કોર્સ કરતી તથા બપોર બાદ પાર્ટ ટાઈમ નંદુરબાર ખાતે ડી-માર્ટમાં નોકરી કરતી હતી. જ્યાં તેની સાથે કોલેજમાં અભ્યાસ કરનાર આમેશ ભરતભાઈ કાસર (ઉ.વ.૨૨, રહે.ગાંધીનગર ફળિયું, નંદુરબાર) પણ નોકરી કરતો હોય બંને વચ્ચે પ્રેમસબંધ અતુંર્લી ગામની સીમમાંથી પસાર થતી તાપી બંધાયો હતો.
જોકે તારીખ ૨૦નાં રોજ બપોરે નંદનીએ નદીના પાણીમાં મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે તેના મોબાઈલમાં આમેશ સાથે ઇસ્ટાગ્રામ પર બનાવેલી રીલ વ્હોટ્સએપ દ્વારા આમેશને મોકલી હતી. જે ભાઈ તન્મયે જોઈ લેતા તન્મયે આવી રીલ બોયફ્રેન્ડ હોય તેને જ મોકલાવે છે, તો તારે અને આમેશ વચ્ચે કેવા સબંધ છે? એવું ગુસ્સામાં આવી નંદનીને પૂછ્યું હતું. જેથી માતા સરિતાબેન વચ્ચે પડયા હતા અને નંદનીને સમજાવતા જણાવ્યું હતું કે, આપણે ગરીબ લોકો છીએ અને આપણે લિમિટમાં જ રહેવાનું, તારે કઈ હોય તો રહેવા દેજે. જેના બે દિવસ બાદ સવારે નંદની તળોદા ખાતે કોર્સ કરવા નીકળી ગઈ હતી. પછી મોડી સાંજે પણ ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ કરતા આમેશ પણ ઘરે મોબાઈલ મુકી ડી-માર્ટમાં નોકરીએ જવાનું કહીને ગયો હતો. પરંતુ બંને જણા નોકરીએ ગયા જ ન હતા. જેથી નજીકના પોલીસ મથકે ગુમ જાણવા જોગ ફરિયાદ આપી હતી.
બાદમાં આમેશ કાસારના સંબંધીઓના મોબાઈલ વ્હોટ્સએપમાં નિઝર તાલુકાના અભ્યાસ કરનાર આમેશ ભરતભાઈ કાસાર જુના હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પુલ ઉપર પાર્ક કરેલી આમેશની હોન્ડા એક્ટીવા મોપેડનો ફોટો આવ્યો હતો. જેથી બંનેના પરિવારે બીજા દિવસે સવારે સ્થળ પર જઈ તપાસ કરતા સ્થાનિકોએ કહ્યું કે, રાત્રે ૧૦.૩૦ કલાકના સુમારે નદીમાં કૂદી જવાનો અવાજ આવ્યો હતો અને ગુરૂવારે સાંજે ૪-૩૦ કલાકના સુમારે નિઝર તાલુકાના જૂની અતુંલીં ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના પાણીમાંથી પ્રેમીપંખીડાની લાશ મળી આવી હતી. તેમણે એક બીજા સાથે જ જીવવા-મરવાની કસમ ખાધી હોય તેમ નંદની પવારનો જમણો હાથ અને આમેશ કાસારનો ડાબો હાથ ઓઢણી વડે એકબીજા સાથે બાંધેલો હતો. બનાવ અંગે નિઝર પોલીસ મથકે નંદનીની માતા સરિતાબેન પવારે આપેલી કાયદેસરની જાહેરાતમાં પોતાના નિવેદનમાં પ્રેમ સંબંધ ન રાખવા ઠપકો આપતા પુત્રી નંદનીને મન દુઃખ થતા બંને જણા પુલ પરથી કૂદી જઈ નદીના પાણીમાં ડૂબી મરણ પામ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500