ધરમપુરના બારસોળ ગામે રહેતા પરિણીત પ્રેમી અને ફળિયામાં જ રહેતી એક પ્રેમિકાએ આંબા ઝાડ પર એકસાથે ગળે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લેતા ફળિયામાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, ધરમપુર તાલુકાનાં બારસોળ ગામનાં ઉતારા ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા મુકેશભાઈ રાયસિંગભાઈ પટેલ (ઉ.વ.૩૭)ના લગ્ન દુલસાડ ગામની યુવતી સાથે થયાં હતાં. જયારે મુકેશ અને ફળિયામાં જ રહેતી અને ત્યક્તા ઊર્વશીબેન ગમનભાઈ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. એક વર્ષ અગાઉ મુકેશ અને ઊર્વશી ઘરેથી ભાગી પણ છૂટયા હતા.
ભાગી છૂટેલા બંને પ્રેમી પંખીડાઓને સમજાવી ઘરે પરત લવાયા હતાં. દરમિયાન ગતરોજ વહેલી સવારથી બંને ઘરેથી ગાયબ થઈ જતા બંનેના ઘરના સભ્યોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બંનેની કોઈ ભાળ મળી નહિ હતી. મુકેશની બાઈક ઘરે જ હોય તેના પરિજનોએ આજુબાજુમાં આવેલી આંબાવાડીમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન મુકેશ અને ઊર્વશી બંને આંબાના ઝાડની એકજ ડાળીએ નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં અને મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે બાબતની જાણ ધરમપુર પોલીસને કરાઈ હતી. જે બાબતે ધરમપુર પોલીસે હાલે અકસ્માત મોત મુજબ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application