Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

"વ્યાજખોરીનાં દુષણ પર લગાવીએ રોક" અંતર્ગત તાપી જિલ્લા પોલીસ દ્વારા "લોન મેળો" યોજાયો

  • February 14, 2023 

વ્યાજખોરો પાસે નાણાં વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઇ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ તથા તમામ નેશનલાઇઝ બેન્ક અને ડી.આઇ.સી.નાં સહયોગથી વ્યારા સ્થિત ડૉ.શયામ પ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ મેળામાં અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે જણાવ્યું હતું કે, આ લોન મેળો નથી સામાજીક પરિવર્તનનો પ્રયાસ છે.






જેમાં પોલીસ વિભાગ, બેન્ક, ઉદ્યોગ કચેરી અને જિલ્લાતંત્ર એક સાથે મળી નાગરિકોને મદદરૂપ બનવા સહભાગી બન્યા છે. તેમણે સૌ જાહેર જનતાને બેંકથી ગભરાવવાની જરૂર નથી બેંક દ્વારા લીધેલ લોન સમયસર ભરી બેંક સાથે સંબંધ પ્રસ્થાપિત કરો જેથી આર્થીક રીતે બેંક અને વ્યક્તિ બન્નેનો વિકાસ થઇ શકે. તેમણે આજના લોન મેળામાં 363 જેટલા નાગરિકોને નાની મોટી લોન મળી અંદાજિત 6.05 કરોડની લોન આપવા બદલ તમામ બેંક તથા પોલિસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. 






આ પ્રસંગે એડીશનલ ડી.જી.પી. પીયૂષ પટેલે નાગરિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ રૂપે આ લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંવેદશિલ નિર્ણય માટે સરકારશ્રીની સરાહના કરતા તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, નાન મોટા રોજગાર ધંધા માટે નાણાની જરૂરીયાત પડતા વ્યાજખોરો પાસે જવાની જગ્યાએ બેંક મારફત નણા લેવા વધારે યોગ્ય છે.






આ કામમાં બેંક સહિત પોલીસ વિભાગ ખુબ સારી અને સકારાત્મક ભૂમિકા અદા કરી રહ્યું છે. તેમણે નાગરિકોને બેંક મારફત લોન લઇ પોતાની સાથે દેશના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, લોન મેળાનું આયોજન એ સરકાર તરફથી ખુબ જ સારી પહેલ છે. સરકારના પ્રયાસોથી લોન મેળા થકી એક સ્થળે અને ખુબ જ ઓછા સમયમાં તથા ઓછામાં ઓછા વ્યાજ ઉપર બેંક મારફર નારગિકો લોન મેળવી શકશે જેના થકી વ્યાજખોરોનું દુષણ મટશે અને નાગરિકોમાં બેંકના કામકાજ અંગે જાગૃતતા વધશે.






લીડ ડિસ્ટ્રીકટ મેનેજર રસિક જેઠવાએ પોલીસ આપણી મિત્ર છે આજનો લોન મેળો આપણા હિત માટે અને માર્ગદર્શન માટે યોજવામાં આવ્યો છે એમ જણાવી બેંકની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના અને પ્રધાન મંત્રી જીવન સુરક્ષા વિમા યોજનામાં નજીવા રકમ દ્વારા વિમો ખોલાવવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે બેંકનું નામ લઇ છેતરપિંડી કરતા લોકોથી સાવધાન રહેવા અને કોઇ પણ પ્રકારની વિગત ન આપવા સલાહ આપી હતી.






આ લોન મેળામાં જુદી જુદી બેંકોના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. જેથી કરી લોન વાચ્છુકો  પોતાની મનપસંદ બેંકમાંથી લોન માટે અરજી કરી શકે, તથા મુઝવતા સવાલો વગેરે પણ કરી શકે તથા જેમા જે તે બેંક શાખાના માહિતીસભર પેમ્પલેટ્સ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડી.ડી.સોલંકીએ ઉદ્યોગ કેન્દ્ર મારફત આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.





આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન મેળાના વિવિધ લાભાર્થીઓને ચેક આપી લોન મંજુરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓએ લોન મેળા અંગે તથા પોતે લીધેલ લોન અંગે પોતાના પ્રતિભાવો આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. જોકે આજરોજ યોજાયેલ લોન મેળા માં કુલ 268 ઇન્કવાયરી લોન મેળવવા માટે આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application