તાપી જીલ્લામાં વકરી રહેલા કોરોનાને પગલે વ્યારાના જુના ઢોડીયાવાડના કબ્રસ્તાનમાં કોરોના ના દર્દીનો મૃતદેહ દફનાવવા મુદ્દે વિવાદો ઉભો થયો છે. લોકો પોતાના વિસ્તારમાં આવેલા કબ્રસ્તાનમાં કોરોનાના દર્દીના મૃતદેહની દફનવિધિ કરવાનો વિરોધ કરી રહ્યાં છે.
જેને લઇ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોનો વિરોધ વધતા પોલીસ સહિત પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા છે.
તાપી જીલ્લાની વ્યારા ની કોવિડ હોસ્પિટલમાં મૂળ ઉચ્છલના કોરોનાના દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જોકે કોરોના દર્દીનો મૃતદેહ વ્યારાના જુના ઢોડીયાવાડના કબ્રસ્તાનમાં આજરોજ દફનાવવા મામલે આસપાસના રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે.
આરોગ્ય અધિકારી ડો.નૈતિક ચૌધરીના વિરોધમાં સુત્રોચાર કરી લોકોએ પોતાનો રોષ વ્યકત કર્યો હતો. લોકોનો વિરોધ વધતા પોલીસ સહિત પ્રાંત અધિકારી,વ્યારા મામલતદાર,કબ્રસ્તાન ના ટ્રસ્ટી ઘટના સ્થળે પહોંચ્યા છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500