ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સાથે ઔદ્યોગિક ઍકમોમાં થતાં અકસ્માતોના બનાવો ઘટાડો નોîધાયેલા છે. આમ છતાં ઘણી વખત ઔદ્યોગિક ઍકમોમાં હજુ પણ અકસ્માતોના બનાવ બનતા હોય શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા અને નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના શ્રી પી.ઍમ.શાહના માર્ગદર્શન હેઠળ તા.૧૫/૦૯/૨૦૨૦ સુધી મદદનીશ નિયામક , ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય નવસારી તથા મદદનીશ શ્રમ આયુકતની કચેરી, નવસારીના સંયુકત પ્રયાસથી નવસારી જિલ્લામાં ઔદ્યોગિક ઍકમોમાં અકસ્માતો નિવારવાના હેતુસર સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
સલામતી માસના ઉજવણીના ભાગરૂપે તા.૨૫/૦૮/૨૦૨૦ થી તા.૨૯/૦૮/૨૦૨૦ સુધીમાં નવસારી જિલ્લામાં કબિલપોર ખાતે આવેલા થીસ પ્રિસીસન સ્ટીલ ઇન્ડિયા પ્રા.લી. તથા ગણદેવી તાલુકામાં આવેલા ઍન.ઍચ.બી.બોલ ઍન્ડ રોલર લી. અને જમાલપોર ખાતે આવેલા મહેન્દ્ર બ્રધર્સ ઍક્ષપોર્ટસ પ્રા.લિ.તથા નવસારી ઉદ્યોગનગરમાં આવેલા સીબોન ઍપરલ્સ પ્રા.લી. ખાતે મોકડ્રીલો, સલામતિ અગેના જાગૃતિ કાર્યક્રમો અને નિદર્શનો કરવામાં આવ્યા હોવાનું નવસારીના ઔદ્યોગિક સલામતિ અને સ્વાસ્થ્યના મદદનીશ નિયામકશ્રીઍ ઍક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application