સરદાર સરોવર ડેમ માંથી છેલ્લા 5,6 દિવસથી સતત 9 થી 10 લાખ ક્યુસેક પાણી છોડાઇ રહ્યું હતું જે હાલ ઘટીને ૧.૬૧ લાખ ક્યુસેક પર આવ્યું છે જોકે આગલા પાંચ છ દિવસ સતત ભારે પાણી છોડાતા નાંદોદ તાલુકાના ભચરવાડા ભુછાડના ખેડૂતોના ખેતરોમાં ભારે પાણી ભરાત ખેતરો તળાવોમાં ફેરવાયા છે અને ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઇ ગયો છે. જેમાં નદી કાંઠાના ગામોની પરીસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. પાણી છોડાતા નર્મદા જિલ્લાના 5 ગામો બેટમાં પણ ફેરવાયા ગયા હતા. જેમાં શહેરાવ ગામની આજુ બાજુમાં આવેલ વાંદરીયા, તરસાલ, રામપુરી, સોઢલીયા જેવા ગામ બેટમાં ફેરવાયા હતા.ત્યાં ફસાયેલા ગ્રામજનો જીવન જરૂરી વસ્તુઓ માટે બે હોડકા ની સગવડ પણ કરવી પડી હતી.પરંતું હાલ ડેમ માંથી પાણી ઓછું છોડાતા આંશિક રાહત છે.
હાલ ઉપરવાસ માં વરસાદ ધીમો થતા નર્મદા ડેમ માં પાણી ની આવક આજે સવારે ૯:૦૦ વાગે ગતિને ૩,૧૫,૧૧૭ ક્યુસેક થતા જાવક ૧,૬૧,૬૫૮ ક્યુસેક જોવા મળી હતી. જોકે ડેમ ની સપાટી હજુ ૧૩૩.૩૫ હોવાનું પણ ડેમ ઓથોરિટી દ્વારા જાણવા મળ્યું હતું.નર્મદા બંધમાંથી પાણી ઓછું થાય અને આવા અનેક કાંઠા વિસ્તાર ના ગામોમાં પાણી ઓસરે તો વાહન વ્યવહાર તો ચાલુ થાય તેમ છે છતાં પાણી ભરાઈ જતા રોગચાળા ની દહેશત પણ ગામ લોકો ને સતાવી રહી છે.માટે તંત્ર આ બાબતે પણ કમર કસે એ જરૂરી બન્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 133.35મીટરે છે.ડેમના ઉપરવાસમાંથી 314117 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે,ડેમના ગેટ દ્રારા અને પાવરહાઉસ દ્રારા નદીમાં પાણીની જાવક 161658 ક્યુસેક જાવક સવારે ૯ કલાકે જોવા મળી છે.(ભરત શાહ,રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500