સુરત જિલ્લાનાં માંગરોળનાં હથુરણ ગામે શેઠે મજૂરને તમાચો મારતા જે નીચે પટકાતા માથામાં ઈજા થતાં લોહીનાં ગઠ્ઠા જામી ગયા હતા. જયારે મજૂરનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતા કોસંબા પોલીસે હત્યાની કલમ ઉમેરી શેઠની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, માંગરોળનાં હથુરણ ગામે ટાંકી ફળીયામાં રહેતા ઉમેશ પ્રકાશ વસાવા સાત વર્ષથી ગામનાં ઇલ્યાસ ભૈયાતની વાડીમાં મજૂરી કામ કરતા હતા. જોકે ઉમેશ અને શેઠ ઇલ્યાસ વચ્ચે કામ કરવાની બાબતે બે સપ્તાહ પૂર્વે ઝઘડો થતા શેઠે બે ત્રણ તમાચા મારતા ઉમેશ નીચે પટકાયો હતો.
શેઠે ધમકી આપી હતી કે, હવે પછી તું બરાબર કામ નહીં કરે તો હું તને જાનથી મારી નાંખીશ. ઉમેશની તબિયત લથડતા હોસ્પિટલમાં લઈ જતા તેને માથાનાં ભાગે લોહીનાં ગઠ્ઠા જામી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે મજૂર અને શેઠનાં બનાવમાં સમાધાન થઈ ગયુ હોવાનાં કારણે પરીવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ ઉમેશની તબિયત વધુ લથડી જતા જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ઇલ્યાસ ભૈયાતની અટક કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application