દુર્ઘટના થવાના કિસ્સામાં વીમા કંપની રોડ દુર્ઘટનામાં શિકાર વ્યક્તિ અથવા થર્ડ પાર્ટીને શરુઆતમાં જ વળતરનો પૈસા આપી દેવા જોઈએ. ભલે વીમા પોલીસી ધારક નશામાં વાહન કેમ ન ચલાવી રહ્યો હોય. કેરલ હાઈકોર્ટે સોમવારે એક અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે. કેરલ હાઈકોર્ટના જસ્ટિસ સોફી થોમસે પોતાના આદેશમાં કહ્યું કે, જ્યારે ડ્રાઈવર નશાની હાલતમાં હોય છે, તો નિશ્ચિત રુપથી તેમની ચેતના અને ઈંદ્રિયા ક્ષીણ થઈ જાય છે, તેનાથી તે વાહન ચલાવવા માટે અયોગ્ય થઈ જાય છે. પણ પોલિસી અંતર્ગત કંપની પીડિતને વળતર માટે ચુકવણીથી મુક્ત થઈ શકતા નથી.
કેરલ હાઈકોર્ટ કાર દુર્ઘટના દાવા ન્યાયાધિકરણ દ્વારા આપવામાં આવેલ વળતરમાં વધારાની માગવાળી એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. અપીલકર્તાએ 4,00,000 રૂપિયાના વળતરનો દાવો કરતા એમએસીટીથી સંપર્ક કર્યો હતો. જોકે, એમએસીટીએ ફક્ત 2,40,000 રૂપિયાનું વળતર આપ્યું હતું, જેના વિરુદ્ધ તેમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અપીલકર્તા, વર્ષ 2013માં એક ઓટોરિક્ષામાં યાત્રા કરતા સમય એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હતા. તેમને એક કારે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી.
અપીલકર્તાએ દાવો કર્યો છે કે, તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ છ મહિના સુધી આરામ કરવો પડ્યો હતો. તે ઓટોરિક્ષાને ટક્કર મારનારા કાર ડ્રાઈવર વિરુદ્ધ દાખલ ચાર્જશિટથી ખબર પડી કે, તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ સોફી થોમસે કહ્યું કે, કેમ કે ઉલંઘન કરનારા વાહનનો વીમો કંપની સાથે કાયદેસર રીતે વીમો કર્યો હતો અને અપીલકર્તા એક થર્ડ પાર્ટી છે, એટલા માટે કંપની શરુઆતમાં જ તેના વાળતર આપવા માટે જવાબદાર છે. પણ કંપની વાહનના ડ્રાઈવર અને માલિક તેને વસૂલ કરવા માટે પાત્ર છે.
હાઈકોર્ટે અરજીકર્તાને વળતર 39,000 રૂપિયા વધારતા વીમા કંપનીને નિર્ણય કોપી મળવાની તારીખથી બે મહિનાની અંદર પૈસા જમા કરાવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે સાથમાં કહ્યું કે, વીમા કંપનીને અરજીની તારીખથી લઈને પૈસા જમા કરાવાની તારીખ સુધી 7 ટકાના વ્યાજ સાથે વધારેલ વળતર આપવું પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500