Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

karnataka election results 2023 કર્ણાટકમાં ભાજપની કારમી હાર પાછળ નિષ્ફળતા આ રહ્યા મુખ્ય કારણો,વિગતવાર જાણો

  • May 13, 2023 

આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોનો દિવસ છે. કર્ણાટકમાં 36 મતગણતરી કેન્દ્રો પર 224 વિધાનસભા મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં કોંગ્રેસ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ને હરાવીને સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવતી જોવા મળી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ 80 સીટોથી નીચે જોવા મળી રહી છે.કર્ણાટક ચૂંટણીના ટ્રેન્ડમાં કોંગ્રેસની પૂર્ણ બહુમતી સાથે જીત અને હારના કારણોને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કર્ણાટકમાં ભાજપની કારમી હાર પાછળ એક મજબૂત ચહેરાનો અભાવ અને રાજકીય સમીકરણોનું સંચાલન કરવામાં નિષ્ફળતા મુખ્ય કારણો છે.


ભાજપની હારના આ મુખ્ય છ કારણો

1. કર્ણાટકમાં સીએમ પદ માટે મજબૂત ચહેરાનો અભાવ

કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ સીએમ પદ માચે મજબૂત ચહેરાનો અભાવ છે. યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમાઈને ભાજપે ભલે મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ બોમાઈ સીએમની ખુરશી પર હોવા છતાં કોઈ પ્રભાવ પાડી શક્યા નથી. જ્યારે કોંગ્રેસ પાસે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્માઈને આગળ કરી ચૂંટણીમાં મેદાનમાં ઉતારવાનું ભાજપને મોંઘુ પડ્યું.

2. ભ્રષ્ટાચાર

ભાજપની હાર પાછળનું મુખ્ય કારણ ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. કોંગ્રેસે શરૂઆતથી જ ભાજપ સામે '40 ટકા પે-સીએમ કરપ્શન'નો એજન્ડા સેટ કર્યો અને તે ધીરે ધીરે મોટો મુદ્દો બની ગયો. ભ્રષ્ટાચારના મુદ્દે એસ ઈશ્વરપ્પાએ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને ભાજપના ધારાસભ્યને જેલમાં જવું પડ્યું હતું. સ્ટેટ કોન્ટ્રાક્ટર એસોસિએશને પીએમને ફરિયાદ પણ કરી હતી. ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપ માટે મુખ્ય મુદ્દો રહ્યો અને પાર્ટી તેનો ઉકેલ શોધી શકી નહીં.

3. ભાજપ રાજકીય સમીકરણ જાળવી શક્યું નથી

કર્ણાટકનું રાજકીય સમીકરણ પણ ભાજપ જાળવી શકી નથી. ભાજપ ન તો તેની કોર વોટ બેંક લિંગાયત સમુદાયને પોતાની સાથે રાખી શકી કે ન તો તે દલિત, આદિવાસી, ઓબીસી અને વોક્કાલિંગા સમુદાયોના દિલ જીતી શકી. બીજી તરફ, કોંગ્રેસ મુસ્લિમો, દલિતો અને ઓબીસીને મજબૂત રીતે જોડવામાં તેમજ લિંગાયત સમુદાયની વોટ બેંકમાં પ્રવેશ કરવામાં સફળ રહી છે.

4. ધ્રુવીકરણનો દાવ પણ કામ ન આવ્યો

કર્ણાટકમાં ભાજપના નેતાઓ એક વર્ષ સુધી હલાલા, હિજાબથી લઈને અઝાન સુધીના મુદ્દા ઉઠાવતા રહ્યા. ગત ચૂંટણી સમયે બજરંગબલીનો પણ પ્રવેશ થયો હતો, પરંતુ ધાર્મિક ધ્રુવીકરણના આ પ્રયાસો પણ ભાજપ માટે કામમાં આવ્યા ન હતા. જ્યારે કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનો વાયદો કર્યો ત્યારે ભાજપે બજરંગ દળને બજરંગ બલી સાથે સીધો જોડી દીધો અને સમગ્ર મામલાને ભગવાનનું અપમાન ગણાવ્યો. ભાજપે જોરદાર રીતે હિંદુત્વનું કાર્ડ રમ્યું, પરંતુ આ દાવ પણ કામમાં આવ્યો નહીં.

5. દિગ્ગજ નેતાઓને સાઈડલાઈન કરવું મોંઘુ પડ્યું

કર્ણાટકમાં બીજેપીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા આ ચૂંટણીમાં સાઈડલાઈન રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર અને પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને ભાજપે ટિકિટ ન આપતા બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા અને મેદાનમાં ઉતર્યા હતા. યેદિયુરપ્પા, શેટ્ટર, સાવદી ત્રણેયને લિંગાયત સમુદાયના મોટા નેતાઓ માનવામાં આવે છે, જેમની અવગણના કરવી ભાજપને મોંઘી પડી.

6. સત્તા વિરોધી લહેરનો કાઉન્ટર શોધી શક્યા નહીં

કર્ણાટકમાં ભાજપની હારનું મુખ્ય કારણ સત્તા વિરોધી લહેરનો તોડ શોધવામાં અસમર્થતા પણ છે. ભાજપ સત્તામાં હોવાથી તેની સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપ સામે સત્તા વિરોધી લહેર પ્રવર્તી રહી હતી, જેમાં ભાજપ તેનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News