Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘાટકોપર ખાતે ગુજરાતી ગીતોનું કરાઓકે કાર્યક્રમનું આયોજન કરાયું

  • March 24, 2025 

ગુજરાતી ગીતોની રમજટ બાલકંજી બારી, ઘાટકોપર ખાતે એક સુંદર ગુજરાતી ગીતોનું કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની દુનિયામાં જ્યાં બોલિવૂડ ફિલ્મી દુનિયામાં વર્ચસ્વ ધરાવે છે, એમાં ‘ગુંજે ગુજરાતી’નાં કારોબારી કમિટીએ ગુજરાતી કરાઓકે ગીતોની રમઝટનું આયોજન હાથ ધર્યું હતું જેમાં કરાઓકે મ્યુઝિક સિસ્ટમ ઉપર ગાયકો દ્વારા અલગ-અલગ ગુજરાતી ગીતો ગાવામાં આવ્યા હતા. જે


નું શ્રવણ કરી ઉપસ્થિત શ્રોતા મંત્રમુગ્ધ થયા હતા. જાણીતા ગાયક સંગીતકાર એગ્નેલ રોમન નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમ સંયોજકમાં મનીષ કોઠારી, બીજલબેન જગડ, અને અન્ય કરોબારી કમિટીમાં દિનેશ ભાઈ શાહ, ભાવેશભાઈ ભરવડા, અમૃતભાઈ વેલાની અને પ્રમુખ ધિરેનભાઈ કોઠારીની ઉપસ્થિતિમાં સફળ પ્રોગ્રામ હાથ ધર્યો હતો. વિજેતમાં પ્રથમ વિજેતા રાજુભાઈ આસર, દ્વિતીયા વિજેતા નીતાબેન પંચાલ અને તૃતીય વિજેતા નરન્દ્રભાઈ કાચલિયાને ઘોષિત કરવામાં આવ્યા હતા અને વિજેતાઓને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application