કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) ૫૬માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન” આજે સુરત આવી પહોંચી હતી. CISF ના જવાનોને પ્રોત્સાહન પૂરું પાડવા અને રાષ્ટ્રસુરક્ષા માટે તેમનું યોગદાનને બિરદાવવા માટે શહેરના જહાંગીરપુરા ખાતે આવેલી પહોચેલી યાત્રાને સુરત પોલીસ વિભાગના અધિક પોલીસ કમિશનર ઝોન - 5ના રાકેશ બારોટ, સિનિયર કમાન્ડન્ટ કપિલ વર્મન અને સુરત એરપોર્ટના CISF કમાન્ડન્ટ કુમાર અભિષેક દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. ગુજરાતના કચ્છના લખપતથી શરૂ થયેલી ‘ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન’ આજે સુરત ખાતે આવી પહોંચી હતી.
આ યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ તામીલનાડુના કન્યાકુમારીના વિવેકાનંદ સ્મારક ખાતે સમાપ્ત થશે. ૧૧ રાજ્યોને આવરી લેતી અને ૬,૫૫૩ કિમી લાંબી આ ઐતિહાસિક સાયકલ યાત્રા ૭ માર્ચ, ૨૦૨૫ના રોજ ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બકખલીથી બન્ને સ્થળોએથી શરૂ થઈ હતી. જે ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ તમીલનાડુના કન્યાકુમારી સ્મારક ખાતે સમાપ્ત થશે. આ ઐતિહાસિક સાયક્લોથોનનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય સુરક્ષામાં જાગૃતિ લાવવાનો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સ, શસ્ત્રો અને વિસ્ફોટકોની દાણચોરી સામે જાગૃતિ ફેલાવવાનો છે. આ અભિયાન “સલામત દરિયા કિનારા, સમૃદ્ધ ભારત” થીમ હેઠળ દરિયાઈ સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને સમુદાય જાગૃતિનો સંદેશો પ્રસારિત કરવાનો છે.
રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશો સાથેનું ઐતિહાસિક અભિયાનઃ આ ઓપરેશન માત્ર શારીરિક કૌશલ્ય અને હિંમતનું જ નહીં પરંતુ દેશના દરિયાકાંઠાના વિસ્તારના રક્ષણમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની ભૂમિકા અને દેશની આર્થિક સમૃદ્ધિમાં તેના યોગદાનને પણ પ્રદર્શિત કરવાનો છે. ભારતના વિશાળ દરિયાકાંઠા પર ૨૫૦ થી વધુ બંદરો આવેલા છે. જેમાંથી દેશના મુખ્ય બંદરોમાં ૭૨ બંદરોનો સમાવેશ થાય છે. તે જ સમયે, ભારતના કુલ વેપારનો ૯૫ ટકા સમુદ્ર માર્ગે થાય છે, જે હેઠળ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવે છે. આ સિવાય ભારતના મેરીટાઇમ ઝોનમાં ઓઇલ રિફાઇનરીઓ, શિપયાર્ડ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સુરક્ષા કરવાની પણ મોટી જવાબદારી છે. આ જવાબદારી નિભાવવામાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ મુખ્ય ભૂમિકા ભજવે છે.
સુરત પહોંચતા, સાયકલ સવારોનું ઉત્સાહભેર સુરતવાસીઓએ દ્વારા સ્વાગત કરાયું હતું. રાત્રી વિરામ કર્યા બાદ તા.૧૮મીએ સવારે ૮.૦૦ વાગે સુરત ડાયમંડ બુર્સથી સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહેલૌતના હસ્તે સાયકલોથોન રેલીને આગળ દમણ તરફ જવા માટે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ અભિયાન ફક્ત એક ક્રીડા ઇવેન્ટ નથી, પરંતુ દેશપ્રેમ અને રાષ્ટ્રસુરક્ષા માટેના અહેસાસનું પ્રતિક છે. ૧૪ મહિલાઓ સહિત ૧૨૫ સમર્પિત CISF જવાનો ૨૫ દિવસમાં યાત્રા પુર્ણ કરશે. આ યાત્રા દરિયાઈ કિનારા પર સુરક્ષાને મજબૂત બનાવવાના સંદેશ આપી રહી છે. આ સાયક્લોથોન ૩૧ માર્ચના રોજ તમિલનાડુના કન્યાકુમારી ખાતે સમાપ્ત થશે, જ્યાં સ્વામી વિવેકાનંદ સ્મારક પાસે સમાપન સમારોહ યોજાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500