Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાનાં રોજગાર વાંચ્છુ જોગ, ભારતીય લશ્કરમાં અગ્નીવીર ભરતી રેલી 2023-24

  • February 22, 2023 

જિલ્લા રોજગાર અધિકારી આહવા તરફથી મળતી માહિતી મુજબ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડાંગ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને નોકરી મળે તે હેતુથી અનેક પ્રયત્નો કરવામા આવે છે. હાલમા ભારતીય લશ્કરમા અગ્નીવીર ભરતી અંગેની જાહેરાત આવેલ છે. આ માટેની ઓનલાઇન ફોર્મ ભરવાની તા.૧૬ ફેબ્રુઆરી-૨૦૨૩થી ૧૫ માર્ચ-૨૦૨૩ દરમ્યાન છે. જેમાં વય મર્યાદા ૧૭.૦૫થી ૨૧ વર્ષ સુધીના ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.





ભરતી પ્રક્રિયાની ઓનલાઇન અરજી માટે વેબસાઇટ www.joinindianarmy.nic.in પર ફોર્મ ભરવા જણાવેલ છે. ઓનલાઇન ફોર્મ ભર્યાની રસીદ જિલ્લા રોજગાર કચેરી આહવા ખાતે જમા કરવા માટે જણાવાયુ છે. અગ્નીવીર ભરતીમા જનરલ ડ્યુટી, ટેકનિકલ ટ્રેડ, ક્લાર્ક/ સ્ટોર કીપર, ટ્રેડસમેન વગેરે માટે ભરતી પ્રક્રિયા થનાર છે. જેમા લાયકાત ધોરણ 08 થી 12 પાસ, ઉમર ૧૭.૫ થી ૨૧, છાતી ૭૭ (+૫ સે.મી ), તેમજ ઊંચાઈ ૧૬૮ લાયકાત જણાવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News