મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ટાપરવાડા ગામે નિશાળની બાજુમાં આવેલ ઝાખરી નદીનાં પટમાં સરકારી ચેકડેમ બનાવવાનું કામ ચાલતું હોય ત્યાં લેબરકામ માટે નદીનાં પટમાં ફીટ કરેલ અઢી ફૂટના 16 MM તથા 12 MM સાત ફૂટ વાળા લોખંડનાં સળિયા આશરે નંગ 70 જેનું વજન આશરે 150 કિલો જેની કિંમત રૂપિયા એક કિલોના 60 લેખે 150 કિલોની કિંમત રૂપિયા 9,000/-ની ચોરી કરી કોઈ અજાણ્ય ચોર ઈસમ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સાઈડ સુપર વાઈઝર રજતભાઈ સુનીલભાઈ પટેલ (રહે.વલવાડા, નવા ફળિયું, તા.મહુવા, જિ.સુરત)નાએ રવિવારે સવારે સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલેસે ચોરની પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application