દેશમાં સ્વચ્છતાનાં મામલે નંબર વન ઈન્દોરનું દેવી અહિલ્યાબાઈ હોલકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશમાં પહેલા સ્થાને હતુ. પરંતુ હવે ઈન્દોર એરપોર્ટ પાસેથી આ સન્માન છીનવી લેવાયુ છે. તેનું કારણ ગંદકી છે. દેવી અહિલ્યાબાઈ હોલકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રેન્કિંગમાં ઘટાડો થયો છે. 33 પોઈન્ટ પર થયેલા સર્વેમાં પાંચ પોઈન્ટમાં તેમના અંકમાં ઘટાડો થયો છે જેમાંથી બે સ્વચ્છતા સાથે જોડાયેલા છે. દેશમાં હવે ઈન્દોરનું બીજુ સ્થાન છે.
જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એશિયા પેસિફિકમાં પણ તેને આઠ સ્થાનોનું નુકસાન થયુ છે. ઈન્દોરનુ એરપોર્ટ હવે 44માં સ્થાને છે. વારાણસી એરપોર્ટ દેશનું નંબર વન એરપોર્ટ છે. ગુરૂવારે જારી રિપોર્ટમાં આનો ખુલાસો થયો છે. જે એરપોર્ટમાં મુસાફરોની સંખ્યા વાર્ષિક 18 લાખથી વધુ થઈ જાય છે. ત્યાં એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા એરપોર્ટ સર્વિસ ક્વોલિટી સર્વે કરવામાં આવે છે આને ઈન્ટરનેશનલ રેન્કિંગ સર્વે પણ કહેવામાં આવે છે.
એશિયા પેસિફિકના 18 દેશોના કુલ 98 એરપોર્ટ પર આ સર્વે થાય છે. જેના અંતર્ગત ભારતમાં મુખ્ય 23 એરપોર્ટ આવે છે. ભારતના બાકીના 51 ડોમેસ્ટિક એરપોર્ટ પર કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે થાય છે. અમુક વર્ષ પહેલા ઈન્દોર ડોમેસ્ટિક એરપોર્ટની યાદીમાં ઉચ્ચમાં 10માં રહ્યો હતો. ગુરૂવારે જારી રિપોર્ટ અનુસાર ઈન્દોર એરપોર્ટને વર્ષ 2022ના ઓક્ટોબરથી ડિસેમ્બરની છેલ્લા ત્રીજા ક્વાર્ટરમાં કુલ 4.94 અંક પ્રાપ્ત થયા છે જ્યારે આના પહેલાના ત્રીજા ક્વાર્ટરમાં ઈન્દોરને 4.96 અંક પ્રાપ્ત થયા હતા અને તેણે 36મું રેન્કિંગ પ્રાપ્ત કર્યુ હતુ.
આ વખતે ઈન્દોર, ગોવા, કલકત્તા, ચેન્નઈ, રાયપુર, અમૃતસર, પૂણે વગેરે એરપોર્ટથી આગળ છે પરંતુ વારાણસી એરપોર્ટે તેને પછાડી દીધા છે. જોકે ફ્લાઇટ માહિતીની ઉપલબ્ધતા, શૌચાલયની સ્વચ્છતા, ઓવરઓલ સ્વચ્છતા, ચેકઈન પર વેઈટિંગ સમય અને એરપોર્ટ પર ઓવરઓલ સંતોષનાં કારણે આ પોઈન્ટ પર રેન્કિંગ ઘટ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500