ડોલવણ તાલુકાનાં બેડચીત ગામ ખાતે આવેલ સાંઇ પેટ્રોલપંપ ઉપર બે યુવકોને આઠથી નવ ઇસમોએ એકસંપ થઈ મારમાર્યાનો બનાવ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ગામના કલ્પેશભાઈ અશોકભાઈ ગામીત (ઉ.વ.૨૦) અને તેમના મિત્ર નેહલભાઇ અશોકભાઇ ગામીત (રહે.ઉંચામાળા,તા.વ્યારા) ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ નાંરોજ ડોલવણનાં બેડચીત ગામે આવેલ પેટ્રોલપંપ ઉપર હતા. તે દરમિયાન ત્યાં આવેલ આઠથી નવ જેટલા લોકોએ કોઇપણ જાતની વાતચીત કર્યા વગર ઢીક્કમુક્કીનો માર મારવા લાગ્યા હતા. અજાણ્યા ઇસમોએ એકસંપ થઈ આવીને ઢીક્કમુક્કીનો માર મારી ગુનો કર્યાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે કલ્પેશ ગામીતે કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application