વ્યારાનાં કાનપુરામાં આવેલ ખટાડી ફળિયામાં યુવતીએ ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા નગરનાં કાનપુરા વિસ્તારમાંનાં ખટાડી ફળિયાનાં રહીશ ચંપકભાઈ ભીલકાભાઈ ગામીતની દીકરી દીપિકાબેન ગામીત (ઉ.વ.૨૩)એ ગત તારીખ ૨૮/૧૦/૨૦૨૪ની રાત્રિએ અગમ્ય કારણોસર પોતાના ઘરના ઓટલા ઉપર ઘરની છતની દાંડી સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. દીકરીની આત્મહત્યા અંગે વ્યારા પોલીસ મથકે પિતાએ જાણ કરતા વ્યારા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application