Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

house raid : બારડોલીના તેન ગામ માંથી ઈંગ્લીશદારૂની બાટલીઓ સાથે એક ઝડપાયો

  • September 05, 2021 

બારડોલીના તેન ગામ માંથી ઈંગ્લીશદારૂની ૪૪ બાટલીઓ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર બારડોલી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગત મોડીરાત્રે બારડોલીના તેના ગામની ચાણક્યપૂરી સોસાયટીમાં આવેલ શિવમ પાર્ક એપાર્ટમેન્ટના એ બિલ્ડીંગના પ્રથમ માળ મકાન નંબર-૧૦૧ માં રેઇડ કરી હતી. દરમિયાન મકાનના બીજા રૂમમાં સંતાડી મુકેલ એક પ્લાસ્ટિકના મીણીયા કોથળા માંથી ભારતીય બનાવટની દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી તથા ટીન મળી કુલ બાટલીઓ નંગ-૪૪ જેની કિંમત રૂપિયા ૯,૨૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે ધર્મેશભાઈ રમેશભાઈ રાઠોડ નામના ઈસમને પોલીસની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ વિશાલભાઈની ફરિયાદના આધારે ઈંગ્લીશદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application