Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા

  • July 05, 2024 

રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. દાંતામાં 8 ઈંચ અને વડગામમાં 4 ઈંચ અને મહીસાગરના કડાણામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.


જયારે દાંતામા 202 મિ.મી., વડગામમાં 100 મિ.મી., કડાણામાં 84 મિ.મી., શેહેરામાં 71 મિ.મી., તિલકવાડામાં 67 મિ.મી., ખાનપુરમાં 57 મિ.મી., કથલાલમાં 51 મિ.મી., ગલતેશ્વરમાં 49 મિ.મી., પાલનપુરમાં 47 મિ.મી., કુકરમુંડામાં 47 મિ.મી., કપરાડામાં 45 મિ.મી., ઠાસરામાં 45 મિ.મી., ઉમરપાડામાં 40 મિ.મી., નાંદોદમાં 39 મિ.મી., ઝઘડિયામાં 34 મિ.મી., ઉમરગામમાં 31 મિ.મી. ખેડબ્રહ્મામાં 31 મિ.મી., હાલોલમાં 31 મિ.મી અને સતલાસણામાં 30 મિ.મી. વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચમાં વરસાદ પડી શકે છે.


જોકે 6થી 8 મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં હવળોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.


હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે અને અમદાવાદના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 6 જુલાઈ અને 8મી જુલાઈ એક સિસ્ટમ બની રહી છે, જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 8મીથી 16મી જુલાઈ દરમિયાન રાજ્યના ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application