આગામી કેટલાક દિવસો દરમિયાન દેશના પશ્ચિમી ક્ષેત્રના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તારીખ 8 થી 10 ફેબ્રુઆરીની વચ્ચે દેશનાં પશ્ચિમ ભાગમાં છૂટાછવાયાથી ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ અને હિમાચલપ્રદેશનાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે. ગુલમર્ગમાં 13 ઈંચ (35 સેમી) થી વધુ બરફ પડ્યો હતો અને જમ્મુ અને કાશ્મીરના અન્ય ભાગોમાં સતત વરસાદ પડ્યો હતો.
IMDએ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. IMDનાં જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 8 ફેબ્રુઆરીની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે. તેની અસરને કારણે 8 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.
હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે તારીખ 9 અને 10 ફેબ્રુઆરીએ પણ આ વિસ્તારમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગે 7 ફેબ્રુઆરી સુધી અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના વિવિધ ભાગોમાં વીજળી અને કરા સાથે વાવાઝોડાની આગાહી કરી છે.
આ વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અને ત્યારબાદ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્ય ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500