તાપી જિલ્લાના વ્યારામાં સયાજી ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય વિકાસ પદ યાત્રા નીકળી હતી. કલેકટર વિપિન ગર્ગ, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા વિકાસ અધિકારી વી.એન શાહ, પ્રાયોજના વહીવટદારશ્રી બાગુલિયા, નિવાસી અધિક કલેક્ટર આર.આર.બોરડ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ સહિતના મહાનુભાવોએ સાયજી ગ્રાઉન્ડ ખાતેથી લીલીઝંડી આપી, આ પદયાત્રામાં જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ વિકાસ પદયાત્રાને સાયજી પૂતળા ચાર રસ્તા, જૂના બસ સ્ટેન્ડ રોડ સુધી પગપાળા યોજાયેલી યાત્રામાં પોલીસ બેન્ડના તાલે સૌ પદયાત્રામાં શામેલ થયા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને વિકાસનું રોલ મોડલ બનાવવા અને દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાની સફળતાના ૨૩ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યભરમાં અંદાજે રૂ. ૩૫૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસના કંડારેલા પથ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.
કલેકટરશ્રી વિપિન ગર્ગએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર ઘોષિત કરવા માટે આપણે સૌએ રાષ્ટ્ર નિર્માણની પ્રવૃતિ કરવી જોઈએ અને આપણો તાપી જિલ્લો પણ વિકસિત ભારત માટે અગ્રેસર રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પદયાત્રાની શરૂઆત ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ કરવામાં આવી હતી. નગરમાં નીકળેલી પદયાત્રા જોઈ રાહદારીઓ અને શહેરીજનોએ માનભેર પોતાના મોબાઈલમાં વિડીયો અને ફોટો લીધા હતા. પોલીસ જવાનો, રમતવીરો અને વિધ્યાર્થીઓના તાલબદ્ધ ચાલવાથી વિકસિત ભારતના નિર્માણ માટે આપણા રાજ્યને અગ્રિમ રાખવાની નેમ સાથે યોજાયેલી આ પદયાત્રામાં પોલીસ બેન્ડ, પ્લેકાર્ડ સાથેના નાગરિકો, અને અધિકારીઓના કાફલાથી આ યાત્રા જાજરમાન, ભવ્ય અને યાદગાર બની ગઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500