ઉત્તરપ્રદેશનાં અલીગઢમાં ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. અહીં ઘરમાં રમતી આઠ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા બાળકીનો પરિવાર આઘાતમાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ 30મી નવેમ્બરની રાત્રે બની હતી. મૃત્યુ પામનાર બાળકીની ઓળખ દિક્ષા તરીકે થઈ છે. ઘટના સમયે તે તેના ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન તેણે અચાનક છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થવા લીગી હતી.
શરૂઆતમાં પરિવારને લાગ્યું કે રમતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે આવું બન્યું હશે. પરંતુ થોડી જ વારમાં દીક્ષા બેભાન થઈ ગઈ અને તેને ખૂબ પરસેવો વળવા લાગ્યો દીક્ષાની હાલત બગડતી જોઈને પરિવારજનોએ તેને જમીન પર સુવડાવી દીધી. તેના ચહેરા પર પાણી છાટ્યું હતું. પરંતુ તેની તબિયતમાં સુધારો થયો ન હતો. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કર્યો હતો. જે બાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર, જ્યારે બાળકી હોસ્પિટલ પહોંચી ત્યારે તે બેભાન અવસ્થામાં હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાયું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટપણે જાણી શકાશે કે યુવતીને આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેક કેમ આવ્યો હતો. ડોક્ટરોના મતે એક સમયે વધુ પડતું દોડવું, શરીર પર વધુ પડતું દબાણ, નબળાઈ, સ્ટ્રેસ કે અન્ય કારણો હાર્ટ એટેકનું કારણ બની શકે છે જે તપાસ બાદ જ ખબર પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500