Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ મકાનમાંથી રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર

  • March 02, 2023 

ગાંધીનગરના સેકટર-14માં આવેલી સરદાર પટેલ હાઉસિંગ સોસાયટીનાં એક બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી તિજોરી માંથી 1.50 લાખ રોકડા તેમજ રૂપિયા 3.30 લાખની કિંમતનાં સોનાના દાગીના મળી કુલ રુપીતા 4.80 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં સેકટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મહેસાણાનાં કડી તાલુકાનાં ભાલઠી ગામના મૂળ વતની 63 વર્ષીય ચંદનસિંહ અમરસિંહ મકવાણાનાં પરિવારમાં પત્ની અને બે દિકરા છે. જેમના સેકટર-14 સરદાર પટેલ હાઉસિંગ સોસાયટી મકાન નંબર એમ/12/143માં તેમનો સાળાનો દીકરો નિલેશ છ મહિનાથી રહે છે. અને મધુર ડેરીમાં નોકરી કરે છે. જેની નોકરીનો સમય રાતના 11થી સવારનાં 7 વાગ્યા સુધીનો છે.








જોકે તે મુજબ નિલેશ ઘર બંધ કરીને નોકરી ઉપર ગયો હતો. ત્યારે સવારે પાડોશી રાજુભાઈ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે મકાનનાં દરવાજાનો નકુચો તૂટેલો છે. આ સાંભળી ચંદનસિંહ ભાલઠી ગામથી પરિવાર સાથે સેકટર-14નાં મકાને આવી પહોંચ્યા હતા. ત્યારે ઘરના મુખ્ય દરવાજામાં પ્રથમ લોખંડના દરવાજાનો નકુચો તથા બીજા લાકડાના દરવાજાનો નકુચો તથા ઈન્ટર લોક તોડેલ હોવાનું માલુમ પડયું હતું.







ત્યારબાદ ઘરની અંદર જોતા બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો તેમજ બેડરૂમમાં આવેલ લોખંડની તીજોરીનુ પણ લોક તૂટેલું હતું. જેનો તમામ સર સામાન વેર વિખેર હાલતમાં નીચે પડ્યો હતો. આથી તિજોરીમાં તપાસ કરતાં અંદરથી રોકડા 1.50 લાખ, એક સોનાનો શેટ અઢી તોલાનો, બે તોલાની સોનાની ચેઈન, એક સોનાની જેન્ટસ લકી આશરે દોઢ તોલાની મળી કુલ રૂપિયા 4.80 લાખની તસ્કરો ચોરી ગયાનું વધુમાં માલુમ પડયું હતું. બનાવ અંગે સેકટર-7 પોલીસે ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application