Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : બાઇક ઉપર ગાંજાનો જથ્થો લઇ જતાં બે શખ્સ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • March 17, 2023 

ગાંધીનગરનાં ચિલોડા નરોડા હાઇવે ઉપર ગિફ્ટસિટી પાસે બાઇક ઉપર ગાંજાનો જથ્થો લઇ જતા અમદાવાદ ચાંદખેડાનાં બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી 1.03 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, મોટા ચિલોડાથી અમદાવાદ જતા હાઇવે ઉપર બાઇક ઉપર બે શખ્સો ગાંજાનો જથ્થો લઇ જઇ રહ્યા છે.






જે બાતમીને પગલે ગિફ્ટસિટી જેઠીપુરા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળુ બાઇક આવતા તેને ઉભુ રાખ્યું હતું જેમાં સવાર શખ્સો પાસે રહેતા થેલામાંથી એક કિલો ત્રણસો ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પુછપરછમાં આ બંને શખ્સો અમદાવાદનાં ચાંદખેડા ખાતે રહેતા ધર્મેન્દ્ર મનુભાઇ પ્રજાપતિ અને આશિષ અશોકભાઇ જયસ્વાલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી 76 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જથ્થો તેમને રાજસ્થાન બોર્ડર ઉપર એક શખ્સ આપી ગયો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application