ગાંધીનગરનાં નજીક શાહપુર સર્કલ પાસેથી ઇન્ફોસિટી પોલીસે કારમાં લઇ જવાતા દારૂ બીયરનાં જથ્થા સાથે સેક્ટર-26નાં શખ્સને ઝડપી લઇને રૂપિયા 64 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે. જોકે આ દારૂ ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઇન્ફોસિટી પોલીસને બાતમી મળી હતી કે, ગિફ્ટસિટીથી શાહપુર સર્કલ તરફ આવી રહેલી એક કારમાં દારૂ બીયરનો જથ્થો ભરેલો છે.
જે બાતમીને પગલે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને શાહપુર સર્કલ ઉપર આ કારને ઝડપી લીધી હતી જેમાં સવાર ચાલકનું નામ પુછતા તે જયપાલસિંહ મહેન્દ્રસિંહ ચાવાડ (રહે.પ્લોટ નં.૩૫૦-૨, સેક્ટર-૨૬)નાં હોવાનું બહાર આવ્યું હતું. જોકે કારમાં તપાસ કરતા તેમાંથી દારૂ અને બીયરની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે 39 હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો જપ્ત કરી લધો હતો. જ્યારે કાર મળીને કુલ 64 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આ દારૂ ક્યાથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application