Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : કારનો કાચ તોડી ચાર તસ્કરો રૂપિયા 54 હજારની ચોરી કરી ફરાર

  • February 21, 2023 

ગાંધીનગર શહેરનાં રિંગ રોડ ઉપર કાફે બહાર પાર્ક થયેલી કારનો કાચ તોડીને બે મોપેડ ઉપર આવેલા ચાર તસ્કરો 54 હજારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે અડાલજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદનાં ચાંદખેડા ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં સવસ મેનેજર તરીકે કામ કરતા કમલકુમાર જયસિંહ પરમાર કાર લઈને કાફે ઉપર ગયા હતા.





તે દરમિયાન પરત ફર્યા ત્યારે કારનો કાચ તૂટેલો જણાયો હતો અને તેમાં રહેલું પાકીટ જણાયું ન હતું. જેથી આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ ચકાસતા બે મોપેડ ઉપર આવેલા ચાર અજાણ્યા તસ્કરો ચોરી કરતા જણાયા હતા. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application