ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં પાનસર ગામે આવેલ જમીન ઉપર એક ઇસમે બા’ના ચિઠ્ઠીનાં આધારે ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો અને તેના આધારે તે જમીન માલિક ઉપર દસ્તાવેજ કરવા દબાણ કરતો હતો જેથી જમીન માલિકે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતા કલેક્ટર કચેરી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી હતી જેના પગલે જમીન માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કલોલનાં પાનસર ગામે રહેતા ચંદ્રકાંત નાઈની પાનસર ગામની સીમમાં જમીન આવેલી છે આ જમીનની દેખરેખ અને તેનો કારોબાર તેના પિતા કરતા હતા અને જમીનની વાવણી મંગાજી બેચાજી ઠાકોર કરતા હતા અને આ જમીનનો વહીવટ તેમના કુટુંબી ભાઈ ભીખાભાઈ તથા નાથાભાઈ દ્વારા કરવામાં આવતો હતો.
ત્યારે ચંદ્રકાંતભાઈના પિતા વર્ષ-2020ની સાલમાં મૃત્યુ પામ્યા હતા ત્યારબાદ તેમના ઘરે રાયચંદજી મંગાજી ઠાકોર આવ્યો હતો અને તેણે ચંદ્રકાંતભાઈના પિતાની સંયુક્ત જમીન અંગેની બાના ચીઠ્ઠી આપી હતી આ ચિઠ્ઠી ચંદ્રકાંતભાઈના પિતાએ કરી આપી હતી જેમાં તેઓએ જમીન ધોરાજી પુજારી ઠાકોર રહેશે વાળાને એક વીઘા નો ભાવ 10,50,000 નક્કી કરીને વેચાણ આપવાનું નક્કી કરી બા’ના પેટે 2,00,000 આપ્યા હતા. તે પ્રકારની બા’ના ચીઠી હતી અને તેના આધારે તે દસ્તાવેજ કરી આપવાનું કહેતો હતો જેથી તેઓ પોતાની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનાર રાયચંદજી ઠાકોર સામે કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર કચેરી દ્વારા લેન્ડ ગેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવતા ચંદ્રકાંતભાઈએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયચંદજી મંગાજી ઠાકોર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500