ગાંધીનગર શહેર નજીક આવેલા સોનારડા ગામમાં જમીનની તકરારમાં કાકાએ ભત્રીજા ઉપર છરાથી હૂમલો કર્યાની ઘટના સામે આવી છે. જોકે મોટાભાઇએ નાનાભાઇને જમીનમાં વાવેતર નહીં કરવાનું કહેતા તકરાર થઇ હોવાનું બહાર આવ્યું છે. ઘટના અંગે ડભોડા પોલીસે બે સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, સોનારડા ગામમાં રહેતા અને નિકોલમાં કામ કરતા યુવાન પ્રકાશ બળદેવજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, ગત રવિવારે સાંજનાં સમયે તે તેના ભાઇ સુરેશભાઇ અને પિતા બળદેવજી ઠાકોર સહિત પરિવારના સભ્યો ઘરે હાજર હતા.
તે સમયે પાડોશમાં રહેતા કાકા સાથે જમીનનો વિવાદ ચાલતો હોવાથી આ જમીન વાવેતર નહીં કરવાનું તેમના પિતા બળદેવભાઇએ શિવાજીને કહ્યું હતું. જેના પગલે કાકા શિવાજી અને કાકી કોકીલાબહેન બળદેવજી ઉપર ઉશ્કેરાઇ ગયા હતા અને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. બળદેવજીએ ગાળો બોલવાની ના પાડતા શિવાજીએ તેમની પાસે રહેલો છરો મારવા જતા પ્રકાશ વચ્ચે પડયો હતો અને આ છરો તેના હાથ ઉપર વાગ્યો હતો જેના પગલે બુમાબુમ થઇ ગઇ હતી અને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને પ્રકાશને વધુ મારમાંથી છોડાવ્યો હતો. ઘટના અંગે ડબોડા પોલીસે કાકા શિવાજી અને કાકી કોકીલાબહેન સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application