ગાંધીનગરનાં અંબાપુર પાસેની નર્મદા કેનાલમાં પડતું મૂકીને અજાણી મહિલાએ આપઘાત કરી લેતાં અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક મહિલાનાં હાથે મીની લખેલા છૂંદણાનાં આધારે વધુ તપાસ શરૂ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં અંબાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મહિલાની લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી મહિલાની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બાદમાં પોલીસે મહિલાની લાશની ઓળખવિધિ કરવા માટે આસપાસનાં વિસ્તારોમાં પૂછતાંછ કરી ગુમ મહિલાઓનો યાદી પણ ચકાસી હતી.
જોકે મહિલાની કોઈ ઓળખવિધિ થઈ શકી ન હતી આ અંગે અડાલજ પોલીસે જણાવ્યું હતું કે, અંબાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી શનિવારનાં રોજ આશરે 40થી 45 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી હતી જેનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં હતું. અજાણી મૃતક મહિલાએ શરીરે લાલ અને સફેદ કલરની છાપ વાળું કાળું ટોપ તેમજ કાળા કલરનું સલવાર (પંજાબી ડ્રેસ) પહેરેલ છે. જ્યારે મહિલાનાં જમણા હાથે ગુજરાતીમાં ‘મીની’ છૂંદણું કરાવેલ છે. બનાવ અંગે કોઈને જાણ થાય તો અડાલજ પોલીસ મથકે જાણ કરવા વધુમાં અડાલજ પોલીસે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application