ગાંધીનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિ ડામવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે અને બાતમીદારોને સક્રિય કરીને અલગ અલગ ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, આલમપુર ગામથી લેકાવાડા તરફ જવાના માર્ગ ઉપર સ્મશાનમાં ભેગા મળીને કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહ્યા છે.
જે બાતમીના પગલે અહીં દરોડો પાડતા જુગાર રમતા આલમપુર ગામના છોટાજી ગમીરજી ઠાકોર, અરવિંદજી અભૂજી સોલંકી, ભીખાભાઈ બબાભાઈ રાઠોડ, ભરતજી ડાયાજી સોલંકી, મુકેશ વિહાજી સોલંકી અને અનિલ પુંજાજી ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી બાજુ અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ખોરજમાં હુડકો વસાહતની પાછળ કેટલા ઇસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે જેના પગલે પોલીસે દરોડો પાડતા અહીં જુગાર રમતા ખોરજ હુડકો વસાહતના રમેશ નાથાભાઈ સલાટ, રમેશ મનુભાઈ સલાટ, ફકીર મોહમ્મદ ધીરુભાઈ દિવાન, ચાંદ કાલુભાઈ મલેક અને પટેલ વાસમાં રહેતા સલીમ હનીફા ખાનને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500