ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં પાનસર ગામે પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા ઇસમને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. મળતી માહિતી અનુસાર, કલોલનાં પાનસર ગામે રહેતો મુકેશ વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે. જે બાબતની પોલીસે વોચ ગોઠવી મુકેશ વાઘરીનાં ઘરે ઓસરીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે વિદેશી દારૂની કુલ બોટલો 132 તેમજ બિયરનાં ટીમ 24 નંગ મળી આવ્યા હતા. જોકે પોલીસે ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો જથ્થો કુલ રૂપિયા 23,520/-નો ઝડપી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application