Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : રિક્ષામાં સવાર વૃદ્ધ દંપતીનાં રૂપિયા 1.43 લાખનાં દાગીની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ

  • July 27, 2023 

ગાંધીનગર શહેરનાં ત્રિમંદિર પાસે સેક્ટર-24નાં વૃદ્ધ દંપતીને રિક્ષામાં બેસાડીને રૂપિયા 1.43 લાખના દાગીના ચોરી લેવાની ઘટના બહાર આવી છે. ચોરી અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં સેક્ટર-24 સત્યમ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-33/387માં રહેતા રતીલાલ નોપાજી પ્રજાપતિ તેમની પત્ની લીલાબેન સાથે વતન રાજસ્થાનથી એસ.ટી. બસમાં ગાંધીનગર આવવા નિકળ્યા હતા. અડાલજ ત્રિ-મંદીર બસ સ્ટેન્ડ પાસે ઉતર્યા હતા.જ્યાંથી રિક્ષામાં બેસી ગાંધીનગર આવી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષાની અંદર પહેલાથી એક ભાઈ અને એક બહેન બેસેલ હતા અને રિક્ષા થોડેક આગળ જતા અન્ય બે ભાઈઓ રીક્ષા બેઠા હતા.



આમ, રિક્ષામાં કુલ સાત જણાં બેઠા હતા. તે વખતે ચાલક પાસે ડાબી બાજુએ તેમની પત્ની તથા બીજી બાજુ કોઈ બીજો ભાઇ બેઠો હતો જ્યારે રતિલાલ પાછળ બેઠા હતા. બાદમાં રિક્ષા સરગાસણથી થોડેક આગળ જતા રિક્ષા ડ્રાઇવરે રતિલાલને આગળ અને તેમની પત્નીને પાછળ બેસવા કહ્યું હતું. જ્યાંથી રિક્ષા મહાત્મા મંદીરથી આગળ સેક્ટર-15મા જવાના રસ્તે ડ્રાઈવરે ઉભી રાખી બંનેને ઉતારી દીધા હતા અને ડ્રાઇવરે કહ્યું હતું કે, બીજા પેસેન્જરને ફતેપુરા ખાતે ઉતારી લેવા આવુ છુ. જોકે અડધો કલાક સુધી રાહ જોયા પછી પણ ડ્રાઈવર રીક્ષા લઈને પરત નહીં ફરતા રતિલાલને શંકા ગઈ હતી. આથી તેમણે થેલો ચેક કરતાં અંદરથી રૂપિયા 1.43 લાખનાં સોના ચાંદીના દાગીના રાખેલું બોક્સ ચોરાયુ હોવાનો અંદાજ આવી ગયો હતો. ચોરી અંગે અડાલજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application