ગાંધીનગરનાં સેક્ટર-13માં આવેલા સીમેન્ટનાં ગોડાઉનમાં આરામ કરી રહેલ મજુર ઉપર ટ્રેલરનાં ચાલકે રીવર્સ લેવા જતા ટ્રેલર ચઢાવી દીધું હતું જેના કારણે આ તેને ગંભીર ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલથી અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં સેક્ટર-13માં સીમેન્ટ કંપનીનું ગોડાઉન આવેલું છે અને તેમાં અલગ અલગ રાજ્યમાંથી મજુરો કામ અર્થે આવતો હોય છે જ્યાં મુળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના સમાહદ ગામના 39 વર્ષિય ઈસમનું સંજય વિરેન્દ્રસિંહ ચંદેલ પણ તેના ગામના યુવાનો સાથે અહીં મજુરી અર્થે આવ્યો હતો.
જોકે ગતરોજ જમ્યા બાદ સંજય ગોડાઉનની દિવાલ પાસે સુઇ રહ્યો હતો. આ સમયે ટ્રેલર ચાલકે રીવર્સ લેતા સંજયના બંને પગ ઉપર ટ્રેલર ફરી વળ્યું હતું અને તેના શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે તેનો પિતરાઇ ભાઇ રામનરેશ ચંડેલ પણ દોડી આવ્યો હતો જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે સંજયને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની તબીયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઇ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું રાત્રે મોત નિપજ્યું હતું. ઘટના અંગે સેક્ટર-7 પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application