ગાંધીનગર શહેરના ઘ-૦થી રિલાયન્સ ચાર રસ્તા જવાના માર્ગ ઉપર ટીસીએસ ગરીમા પાર્ક પાસે મોપેડ ઉપર જઈ રહેલા બે યુવકોને કારમાં આવેલા ચાર શખ્સોએ તમે અમારી કારનો ઓવરટેક કેમ કર્યો કહી માર માર્યો હતો. ઘાયલ યુવકોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, શહેરના સેક્ટર-૫એ ખાતે પ્લોટ નંબર-૩૧૫માં રહેતા અને જમીન કન્સલ્ટિંગનું કામ કરતા મહેન્દ્રસિંહ કૈલાશચંદ્ર રાવે ફરિયાદ નોંધાવી હતી કે, ગત શનિવારે રાત્રિના સમયે તે અને તેમના મિત્ર ધ્વ કલ્પેશભાઈ ઠાકર તેમનું મોપેડ લઈને ચા નાસ્તો કરવા માટે રિલાયન્સ ચાર રસ્તા તરફ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન ગરિમા પાર્ક પાસે આગળ જઈ રહેલી કારનો તેમને ઓવરટેક કર્યો હતો. જેના પગલે આકાર તેમની આગળ આવીને ઊભી રહી ગઈ હતી. જેમાંથી ચારેક જેટલા શખ્સો નીચે ઉતર્યા હતા અને કહ્યું હતું કે તમે અમારી કારનો ઓવરટેક કેમ કર્યો જેથી તેમણે ઓવરટેક નહીં કર્યો હોવાનું કહ્યું હતું. આ ચાર શખ્સોએ નીચે ઉતરીને મહેન્દ્રસિંહ અને ધ્વ ઉપર હુમલો કરી માર મારવાનું શરૃ કર્યું હતું. ધોકા વડે બંનેને માર માર્યો હતો. આ મારામારીમાં ઇન્દ્રસિંહ વાઘેલા અને બીપીનસિંહ વાઘેલાના નામ બોલાયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જયારે મારમારી કરીને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા અને બીજીવાર ગાંધીનગરમાં દેખાતા નહી તેવી ધમકી પણ આપી હતી. ઘાયલ બંને યુવકોએ સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. હાલ તો આ ફરિયાદને આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application