ગાંધીનગરમાં એસ.ઓ.જી દ્વારા સ્પા અને મસાજ પાર્લરોમાં તપાસ હાથ ધરવામાં આવી હોવા છતાં સ્પા અને મસાજ પાર્લરના માલિકોને જાણે કાયદાની કોઈ બીક ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સરગાસણમાં આવેલા પ્રમુખ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં નોંધણી વગર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સરગાસણ ખાતે પ્રમુખ સ્ક્વેરમાં પ્રથમ માળે આવેલા મોસા ઇન્ટરનેશનલ મસાજ પાર્લરમાં પોલીસ તપાસ માટે પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા સ્પા ચલાવવા માટે જીએસટી નંબર તથા પોલીસ સ્ટેશનમાં સ્પા અને મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત જમા કરાવી હોવાની સહી સિક્કાવાળી નકલ માંગતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે સ્પાના માલિક ભુપેન્દ્ર કાંતિભાઈ પ્રજાપતિ (રહે.ગોતા અમદાવાદ) વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application