Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે યુવકનું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • December 06, 2022 

ગાંધીનગર અમદાવાદની બોર્ડર ઉપર આવેલા રણાસણ સર્કલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનુ મોત નીપજ્યું હતુ. જ્યારે અકસ્માત કરીને ફરાર થઇ જનારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ડભોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, નાના ચિલોડા રિંગ રોડ ઉપરનાં રણાસણ સર્કલ પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારીને એક યુવકને ટક્કર મારી હતી. જેને લઇ અકસ્માત થતાં લોકો એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં લઇ જવામાં આવ્યો હતો.




જ્યાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, રણાસણ સર્કલ પાસે યુવકને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી જતો રહ્યો હતો. જેમાં યુવકનુ મોત થયુ હતુ. જ્યારે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ કરવામાં આવતા જાણવા મળ્યુ હતુ કે, મૃતક યુવક રણાસણ સર્કલની આસપાસમાં રખડતો રહેતો હતો. જોકે, ડભોડા પોલીસે આ બાબતે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News