Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે આવતાં યુવકનું મોત, પોલીસ તપાસ શરૂ

  • September 22, 2022 

ગાંધીનગર જિલ્લાનાં સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે વહેલી સવારે રસ્તો ઓળંગી રહેલા યુવકને અજાણ્યો વાહન ચાલક અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અડાલજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત થયું હતું. જેમાં બટરફ્લાઇ પાર્કમાં કામ કરતા સીનાભાઇ લક્ષ્મણભાઇ બારીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ વહેલી સવારે સુઇ રહ્યા હતા.




તે દરમિયાન ધડામ કરતો અવાજ આવ્યો હતો જેના પગલે માર્ગ ઉપર જોતા તેમના સાળા ચતુરભાઇ રત્નાભાઇ પટેલને કોઇ અજાણ્યા વાહન ચાલક અડફેટે લઇને ફરાર થઇ ગયો હોવાનું જણાયું હતું. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચતુરભાઇનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application