ગાંધીનગર જિલ્લામાં ધણપ ખાતે સમુહ લગ્નમાં આવેલા અંકલેશ્વરનાં પરિવારની કારનો કાચ તોડી 3 લાખની મત્તા ચોરાઇ હતી જે રીતે સેક્ટર-17માં પણ કડીથી આવેલા પરિવારની 2 કારમાંથી 1.73 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી CCTVનાં આધારે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં આવેલી સરદારપાર્ક સોસા.માં રહેતા પિયુષ હસમુખલાલ મહેતા ગાંધીનગરના ધણપ ખાતે ચૈતન્યધામમાં સમાજના સમુહ લગ્નમાં આવ્યા હતા તે દરમ્યાન તેમની કારનો કાચ તોડીને દાગીના અને રોકડ મળીને 3 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
તો બીજીબાજુ કડીના ગોવિંદપુરા ખાતે રહેતા મહેન્દ્રભાઇ પ્રાણભાઇ પટેલ પિતરાઇ ભાઇના લગ્નમાં જાન લઇને ગાંધીનગર આવ્યા હતા અને સેક્ટર-17 જિલ્લા પંચાયત ભવન ખાતે તેમના વાહન પાર્ક કરવામાં આવ્યા હતા જે પૈકી 2 કારનો કાચ તોડીને તસ્કરો તેમાંથી રોકડ અને દાગીના તેમજ કોસ્મેટીક સામાન મળીને 1.73 લાખની ચોરી ગયા હતા. બનાવ અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી હાલ તો પોલીસે CCTVનાં આધારે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application