ગાંધીનગરનાં પાલજ ગામની જીત રેસિડેન્શિમાં અજાણ્યા તસ્કરોએ બંધ ફ્લેટનાં તાળા તોડી અંદરનો સર સામાન વેર વિખેર કરી કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 32,300/-ની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ ચીલોડા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલજ જીત રેસીડેન્સી ફલેટ નંબર-201માં રહેતો રવીન્દ્ર નવલિકશોર શાહ ગત તા.2 સપ્ટેમ્બરનાં રોજ તેના વતન બિહાર ખાતે સામાજિક પ્રસંગમાં પરિવાર સાથે ગયો હતો. ત્યારે બે દિવસ રહીને પાડોશમાં રહેતા વિક્રમભાઈએ તેને ફોન કરીને ફ્લેટનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. પરંતુ બિહાર સામાજિક પ્રસંગ હોવાથી રવીન્દ્રએ પાડોશીને કહેલું કે, તમે ફ્લેટને તાળુ મારી દો પરત આવીશ પછી ફરિયાદ કરીશ. આથી પાડોશીએ ફ્લેટને તાળું મારી દીધું હતું.
ત્યારબાદ ગત તા.11મીએ પ્રસંગ પૂર્ણ કરીને રવીન્દ્ર પરત આવ્યો હતો અને ફ્લેટમાં તપાસ કરતા બેડરૂમમાં તમામ સર સામાન વેર વિખેર પડ્યો હતો અને લાકડાનાં કબાટમાંથી સોનાની બુટ્ટી, ચાંદીની પગની પાયલ, ચાંદીનુ, ચાંદીના બીચ્છુઆ, સોનાનુ મંગળસુત્ર મળીને કુલ રૂપિયા 32,300/-નાં ઘરેણાં અજાણ્યા તસ્કરો ચોરી લઈ ગયાનું માલુમ પડયું હતું. બનાવ અંગે ચીલોડા પોલીસ મથકમાં ચોરીની નોંધાવી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500