Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છરીનાં અણીએ વેપારીને લૂંટી બે લુંટારૂઓ ફરાર, પોલીસ તપાસ શરૂ

  • August 30, 2022 

ગાંધીનગરનાં શેરથા ટોલટેક્ષથી અડાલજ તરફનાં હાઇવે રોડ ઉપર બે લુંટારૂઓ છરી વડે ઘાતકી હુમલો કરીને ફર્નિચરનાં વેપારીને લૂંટી ભાગી છૂટતા અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચાંદખેડા ખાતે રહેતો રાજસ્થાનનો વતની વિનેશકુમાર રીડમલભાઇ પુરોહીત દેવ ઇન્ટીરીયરનાં નામથી ફર્નીચરનો વેપાર કરે છે.




જોકે ગતરોજ બપોરના આશરે ત્રણેક વાગે વિનય અને તેના ભાઇના સાળા દલપતભાઇ જવાનારામ પુરોહીત પીકઅપ ડાલુ લઇને જોધપુર રાજસ્થાનથી અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. તે સમયે રાત્રીના આશરે બે વાગ્યાનાં સુમારે શેરથા ટોલટેક્ષ પાસે પહોચતા ગાડીમાં ડીઝલ ખલાસ થઇ જતા ગાડીમાં એર આવી ગઈ હતી.




તેમજ શેરથા ટોલટેક્ષથી આશરે બસ્સો મીટર આગળ અડાલજ તરફ જતા હાઇવે રોડની સાઇડમાં ડાલુ મૂકીને ડાલા ઉપર સુતા હતા. તે વખતે રાત્રીના આશરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે ડાલાનો દરવાજો બંધ થવાનો અવાજ આવતા વિનય જાગી ગયો હતો અને નીચે જોતા બે ઈસમો ડાલામાં કંઇક કરતા હતા.




જેથી નીચે ઉતરીને બંનેને તેણે પકડી લીધા હતા. આ દરમિયાન બંને ઈસમોએ તેના પાસેથી 13 હજારનો મોબાઇલ અને 5100 રૂપિયા ઝુંટવી લીધા હતા. જયારે વિનય અને દલપતે ભેગા થઈને એક ઈસમને પકડી લીધો હતો. જે ભાગવા માટે ઝપાઝપી કરીને છરી કાઢીને વિનય ઉપર ઘાતકી હુમલો કર્યો હતો.




જોકે સદનસીબે વિનયને છરી ડાબા હાથે વાગી હતી અને બંને લુંટારૂઓ ભાગી ગયા હતા. આ હુમલામાં ઘાયલ વિનયને લોહી નીકળતા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી જઈ તેને સારવાર અર્થે ખસેડયો હતો. બનવા અંગે વિનયની ફરિયાદનાં આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application