ગાંધીનગર એ.સો.જી. પોલીસ સ્ટાફનાં માણસો કલોલ હાઇવે ઉપર ઇફકો કંપની પાસે વોચમા હતા. તે સમયે મોપેડ લઇને નીકળેલાં શખ્સની તલાસી લેતાં ખોખામાંથી 2 કિલોનો ગાંજો મળી આવ્યો હતો. જેથી કલોલનાં કલ્યાણપુરામાં રહેતા શખ્સને એસ.ઓ.જી પોલીસે 2 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતા.
બનાવની વિગત એવી છે કે, કલોલના કલ્યાણપુરામાં રહેતો ભરતભાઈ રાવળએ સુથારવાસ કલ્યાણપુરા પોતાના ઘરેથી ગાંજાનું વેચાણ કરે છે અને હાલ તે તેના મિત્ર જેકાસ જુગનુંભાઈ (રહે.નટનગર,રેલવે પૂર્વ) સાથે ચબૌપચ લઈને અમદાવાદ ગાંજાનો જથ્થો લેવા ગયો છે.
જયારે ગાંજાનો જથ્થો લઈને કલોલ પરત આવવાનો છે તેવી ખાનગી બાતમી મળી હતી જેના આધારે પોલીસે ઇફકો કંપની પાસે વોચ ગોઠવી હતી ત્યારે ભરત મોપેડ લઇને આવી ચડતા તેને અટકાવ્યો હતો અને તેની તલાસી લેવામાં આવતા મોપેડના આગળ મુકેલ ખોખામાંથી 2 કિલો 134 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આમ, પોલીસે રૂપિયા 21,340/-નો ગાંજો મળી આવતા જપ્ત કર્યો હતો અને તેની પાસેથી રોકડ તથા મોબાઇલ અને મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 75,190/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે પોલીસે પકડાયેલ ભરત રાવળ અને જેકાસ નટ સામે એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500