Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કારની ટક્કરે રિક્ષામાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત, એકનું મોત

  • November 29, 2022 

ગાંધીનગરનાં નરોડા ચિલોડા હાઇવે ઉપર વલાદ ગામના પાટીયા પાસે પુરઝડપે જઇ રહેલી કારે લોડીંગ રિક્ષાને અડફેટે લેતા રિક્ષા પલટી ગઇ હતી અને તેમાં સવાર ચાલક સહિત બેને ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડભોડા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, બપોરનાં સુમારે વલાદ ગામના પાટિયા પાસે કારની અડફેટે લોડીંગ રિક્ષા ચાલક આધેડનું મોત થયું હતું, આ ઘટના અંગે નાના ચિલોડા રિધ્ધી શિધ્ધી વસાહતમાં રહેતા હિતેષ દિલીપભાઇ વાસણિયાએ ફરિયાદ કરી હતી કે, તેમના પિતા દિલીપભાઇ માર્બલ ફેક્ટરીમાં લોડીંગ રિક્ષા ચલાવે છે.




જોકે તેમના સાથે રામનાથભાઇ સાથે નાના ચિલોડાથી માર્બલ-ટાઇલ્સ ભરીને મોટા ચિલોડા ખાતે જઇ રહ્યા હતા જે દરમિયાન વલાદ ગામના પાટીયા પાસે પુરઝડપે પસાર થતી કારે તેમને અડફેટે લીધા હતા. જોકે આ અકસ્માતમાં બંનેને ઇજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમના પિતાને વધુ ઇજા હોવાથી તેમના પિતાને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવી રહ્યા હતા તે દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ડભોડા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application