ગાંધીનગરમાં કલોલનાં એચ.એન કોમ્પ્લેક્સની બાજુમાં ઝાડીઓમાંથી બે બુટલેગરોને દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, કલોલ પોલીસ સ્ટેશનનાં ટાઉન વિસ્તારમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ફરતી હતી. તે સમયે અચાનક જ ખાનગી રાહે બાતમી મળતાં એચ.એન કોમ્પલેસ આગળ બાતમીનાં આધારે જણાવેલા ઈસમોની શોધખોળમાં પોલીસ લાગી ગઈ હતી. જેમાં એચ.એન કોમ્પ્લેક્સની બાજુમાં ઝાડીઓમાં બુટલેગરો થેલા સાથે જોવા મળ્યા હતા.
જોકે પોલીસે તરત જ ઝડપી પાડ્યા હતા અને થેલાઓની તપાસ કરતાં થેલાઓની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો મૂકેલી હતી. જેમાં બ્લેન્ડર પ્રાઈડ, રોયલ ક્લાસિક વિસ્કી આ બંને જાતના દારૂની કુલ 204 નંગ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 25,260/- હતી.
ત્યારબાદ વધુ તપાસ કરતાં પૂછતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, આ તમામ વિદેશી દારૂ રાજસ્થાનથી અલગ-અલગ બસોમાં બેસીને કલોલ સુધી લાવ્યા હતા. જેમાં બંને આરોપીને નામ પૂછતાં તેમને પોતાનું નામ, વિજય નારાયણસ્વામી રેડ્ડી અને ધીરજ મનોજભાઈ મોતીયાણી જણાવ્યું હતું. આમ, પોલીસે આ બંને આરોપી અને દારૂનો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500