Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેલરએ બાઈકને ટક્કર મારતાં બાઈક સવાર બે જણા ઈજાગ્રસ્ત

  • November 13, 2022 

કલોલનાં હાઇવે ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે બેકાબૂ ટ્રેલરનાં ચાલકે ટ્રેલર કાબુ ગુમાવતા ટ્રેલરએ બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઈક સવાર બે શખ્સોને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ ટ્રેલર દિવાલમાં ધડાકા ભૈર ઘૂસી ગયું હતું બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, શહેરનાં હાઇવે ઉપર ટ્રેલરનાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર રોડ ઉપર રહેલ બાઇકને ટક્કર મારી હતી.

ત્યારબાદ આ ટ્રેલર દિવાલમાં ધડાકા ભૈર ઘૂસી ગયું હતું આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર બે લોકોને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે બાઇકને અડફેટે લેનાર એક વ્યક્તિને ટોળાએ પકડીને દોડી આવેલી પોલીસને હવાલે કર્યો હતો. જયારે અકસ્માતનાં પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News