ગાંધીનગરનાં રાયસણમાં આવેલા ન્યુ કુચન માર્ટમાં બપોરનાં સમયે ત્રણ મહિલાઓ ઘૂસી હતી અને ડ્રાઇફુટ તેમજ ઘી ચોરતા કર્મચારીઓને જણાઇ હતી, જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસને જાણ કરતા આ મહિલાને પકડી તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો સામાન મળી આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાયસણનાં પીડીપીયુ રોડ પર આવેલી ન્યુ કુચન મર્ટમાં બનવા પામી હતી જ્યાં ખરીદી કરવા માટે ઘૂસેલી 3 મહિલાઓએ સુકામેવા અને ઘીની ચોરી કરીને તેમના વસ્ત્રોમાં છુપાવી દિધી હતી.
જેથી કર્મચારી જોઇ જતા તેણે માર્ટના માલિક ઋસીતકુમાર પટેલને જાણ કરી હતી અને તેમણે પોલીસને જાણ કરી દીધી હતી જેના પગલે ઇન્ફોસિટી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં તેમની તપાસ કરતા આ મહિલાઓ પાસેથી ઘી, સુકામેવા, તેલ સહિતની 6 હજાર ઉપરાંતની ચીજવસ્તુ મળી આવી હતી.
જેથી ફરિયાદના આધારે પોલીસે અમદાવાદના છારાનગર ખાતે રહેતી ખુશ્બુ નિલેશભાઇ ઘમંડે, સકુંતલા નટવરભાઇ ઘમંડે અને આરતી ઘનશ્યામભાઇ રાઠોડની અટકાયત કરી હતી આ મહિલાઓએ અગાઉ આ જ દુકાનમાંથી 36 કિલો ઘી ચોર્યું હોવાનુ ખુલ્યું હતું. આ ઉપરાંત કુડાસણના સરદાર ચોક ખાતે આવેલા જે.પી.સુપરમાર્કેટમાંથી પણ ગત તા.30 જુનના રોજ માલસામાનની ચોરી કરી હોવાનું બાહર આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500